દિવંગતો માટે (#11031)

*( પંદરથી વઘુ વયની વ્યકિતના મુત્યુ વખતે આ પ્રાર્થના કરાય છે. સમુદાયની વચ્ચે પાઠ થતો હોય તેવી આ એક માત્ર પ્રાર્થના છે. એક વ્યકિ્ત એનો પાઠ કરે અને બાકી બીજાં બઘા ઉભાં રહે. એનો પાઠ કરતી વખતે પવિત્ર સમાઘિ ³અકકા´ તરફ મુખ રાખવાની જરૂર નથી.)  
હે મારા પ્રભુ! આ તારો દાસ/દાસી* છે, તારા દાસનો પુત્ર/ પુત્રી* છે એને તારામાં તથા તાર સંકેતોમાં સદા આસ્થા રહી છે. એ બઘાંથી પર થઈને તારા તરફ વળ્યો છે. તું ખરેખર જ, દયાળુઓમાં સૌથી વઘુ દયાળુ છે. હે માનવીના પાપોને માફ કરનાર અને એની ત્રુટિઓને ઢાંકનાર ! તારા ઔદાર્યના સ્વર્ગ અને તારી દયાના સાગરને છાજે એવો એની સાર્થ વ્યવહાર કર. પૃથ્વી અને સ્વર્ગના પાયા નંખાયા તે પહેલાં પણ જે હતી, તે તારી પારગામી દયાના દરબારમાં એને પ્રવેશ કરાવ. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સદા ક્ષમાવાન, ઔદાર્યનો ભંડાર છે. 
હવે એણે છ વાર ‘અલ્લા–ઓ–અબ્હા’ કહેવું અને નીચેની પંકિતઓ પ્રત્યેક ઓગણીસ વાર બોલવીઃ 
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરને ભજીએ છીએ. 
અમે સર્વે, ખરેખર જ ઈશ્વરને નમીએ છીએ. 
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વર પ્રતિ આસ્થાવાન છીએ. 
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. 
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરના આભારી છીએ. 
અમે સર્વે, ખરેખર જ, ઈશ્વરમાં ઘીરસ્થિર છીએ. 
*(  મરનાર સ્ત્રી હોય તો “ આ તારી દાસી છે, તારી દાસીની પુત્રી છે” વગેરે બોલવું´ )

-Bahá'u'lláh
-----------------------

દિવંગતો માટે (#11032)

હે પ્રભુ, મારા સ્વામી! તારા ગુણગાન થાઓ. જેને તેં તારી શાશ્વત સત્તા દ્વારા ઊંચે ઉઠાવ્યો છે તેનું પતન ન કર, જેને તેં તારા અમરત્વના છાયામંડપમાં પ્રવેશ આપ્યો છે તેને  તારાથી દૂર ન કર. હે પ્રભુ, જેને તેં તારા સ્વામીત્વના છત્ર નીચે આવવા દીઘો તેને શું તું તારાથી વિમુખ કરી દઈશ હે મારા હૃદયની આકાંક્ષા, જેનો તું આશ્રયદાતા બન્યો છે તેને શું તું દૂર ઘકેલી દઈશ? જેને તેં ઊંચે આણ્યો તેને શું તું નીચે પાડી શકે? તને યાદ કરવાની તેં જેને શકિત આપી તેને તું શું ભૂલી શકે?  
હે જગત્પતિ! તારો મહિમા અપાાર છે, અપરંપાર છે! સમગ્ર સૃષ્ટિનો તું જ આરંભકાળથી અઘિશાસક છે, એનો નિયંતા છે, અને અનંતકાળ સુઘી તું એનો સ્વામી અને નિયામક રહશે. હે મારા પ્રભુ, તારો મહિમા અપાર છે, અપરંપાર છે! જો તું જ તારા સવકો પ્રત્યે દયા કરવાનું છોડી દેશે તો એમના પ્રત્યે બીજો કોણ દયા કરશે? જો તું તારા પ્રિયજનોના પાલનનો ઈન્કાર કરશે તો એમનું પાલન કરે એવો કોણ છે? 
 હે પ્રભુ, તારો મહિમા અપાર છે. અપરંપાર છે! તારા સત્ય થકી તારી ભકિત થાય છે, અને અમે સર્વે, ખરેખર જ, તને ભજીએ છીએ. તું તારા ન્યાય દ્વારા વ્યકત થાય છે અને અમે સૌ ખરેખર, તારા જ ક્ષાસી છે તું તારી કૃપા થકી પ્રિય છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું સંકટમાં સહાયક અને સ્વયંપૂર્ણ છે.

-Bahá'u'lláh
-----------------------

